સમય ક્રાંતિ ન્યૂઝ..
અધિકારી-કર્મચારી, આશા બહેનો સહિત દર્દી-સગાસંબંધીઓને મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તાપીના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના પ્રત્યેક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇ-મતદાતા શપથ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં તમામ તાલુકામાં કુલ ૧૫૫૦ જેટલા અધિકારી-કર્મચારીશ્રી, આશા બહેનો, દર્દીઓ તેમજ તેઓના સંબંધીઓ દ્વારા ઇ-મતદાતા શપથ લેવામાં આવી હતી.
જિલ્લામાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ લોકશાહીના પર્વની ઉજવણીમાં પ્રત્યેક નાગરિકની ભાગીદારી નક્કી કરીને રાષ્ટ્રની લોકશાહીને પાયાથી મજબૂત કરવા માટે તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આગામી ૭ મે, ૨૦૨૪ ના રોજ મતદાનના દિવસે, બંધારણ દ્વારા મળેલ અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવા અંગે ઇ-મતદાતા શપથ લેવામાં આવી હતી.