સમય ક્રાંતિ ન્યૂઝ..
ચોમાસાએ નિર્ધારિત સમયથી 6 દિવસ (2 જુલાઈ) પહેલાં જ સમગ્ર દેશને આવરી લીધો છે. દેશભરના લગભગ બધા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે રાજ્યના 178 તાલાકમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના આંકડા જાહેરા કર્યા છે જે અનુસાર રાજ્યમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે
ભાનાવાડી ગામ સહિત જિલ્લામાં કુલ 8 લો લેવલ પુલો પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો હતો.
તાપી જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની આવક થતાં નાના મોટા પુલો પર પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યા હતા.જેમાં ખુશાલપૂરા થી ભાનાવાડી જતો લો લેવલ પણ પાણીમાં ગરકાવ થયો હતો.જિલ્લામાં કુલ 8 લો લેવલ પુલો બંધ કરાયા હતા.જેમાં વ્યારા તાલુકાના ત્રણ અને વાલોડ તાલુકાના પાંચ પુલોનો સમાવેશ થાય હતા જે બાદ વરસાદ બંધ થતાં પાણી ઓસરી જવા પામ્યું હતું જેને લઇ ફરી થી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો હતો..