બુહારી ખાતે ધારાસભ્યશ્રીના હસ્તે રૂા.૧.૫ કરોડના ખર્ચે નિર્માણ થયેલ તળાવનું લોકાર્પણ

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષ સ્થાને મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંદાજીત રૂા.૧.૫ કરોડના ખર્ચે બુહારી તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બુહારી તળાવના વિકાસ પ્રકલ્પ પ્રજાને અર્પણ કરતા ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે આજે આનંદનો અવસર છે.

દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે આપણો દેશ ૨૦૪૭ સુધીમાં વિશ્વના વિકસિત દેશોની હરોળમાં લઈ જવાનો છે.આપણે જનજન સુધી યોજનાકિય વિકાસના સથવારે આ સિધ્ધિ હાંસલ કરશું. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. સરકારશ્રીની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવાનો છે.
બુહારી તળાવનું સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે. ડેવલોપમેન્ટ ઓફ બુહારી લેક એટ બુહારી તા. વાલોડ જિ. તાપી, કામની શરૂઆત ૨૦/૧૦/૨૦૨૨ ના રોજ કરવામાં આવી હતી. આ પ્રોજેકટ માટે કુલ રૂપિયા ૨ કરોડ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે પૈકી અત્યાર સુધી ફાળવેલ કુલ ગ્રાન્ટઃ ૧૪૯.૭૮ લાખ, અત્યાર સુધી થયેલ કુલ ખર્ચઃ ૧૪૯.૭૮ લાખ ખર્ચ થયેલ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now


જેમાં રબલ પીચીંગ, હાર્ડ મુરમ, માટીકામ, ગેટ, કમ્પાઉન્ડ વોલ, રેલીંગ, ટોઇલેટ બ્લોક, પેવર બ્લોક, ગાર્ડન- ૫૭૮૬.૦૦ ચો.મી., સ્ટેપ એમ્ફી, ગજેબો, જીમ અને રમતગમતના સાધનો, ફાઉન્ટેન, સ્ક્લ્પચર, સીટીંગ બેંચ ,ડસ્ટબીન, ઇલેકટ્રીક વર્ક જેવી કામગીરી કરવામાં આવેલ છે. બુહારી નગરજનો તેમજ આજુબાજુના ગામના લોકોને પણ અહીં વિહાર કરવાનું મન થઈ જાય એટલું રમણિય સ્થળ છે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ વર્ષાબેન,જ્યોત્સનાબેન,સત્યજીતભાઈ,ઉદયભાઈ, નરેશભાઈ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી ભાવિન ગામીત સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts
પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, ન.કૃ. યુ. વ્યારા ખાતે કેવીકે તાપી અને આત્મા તાપીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત દિન -વ -ડાંગર પાક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા માન. કુલપતિશ્રી Read more

ફિટ રહો, તંદુરસ્ત રહો: સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજે વ્યારામાં દોડ સ્પર્ધાનું આયોજન

સમય ક્રાંતિ ન્યૂઝ.. જિલ્લા કક્ષાની મીની મેરેથોન દોડ તેમજ રસ્સા ખેંચનું આજે સાંજે સાયજી ગ્રાઉન્ડ ખાતે ફ્લેગ ઓફ તાપી જિલ્લામાં Read more

તમાકુ મુક્ત શાળા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

સમય ક્રાંતિ ન્યૂઝ.. ટોબેકો મુક્ત ભારત અભિયાન હેઠળ બાજીપુરાના કમલછોડ ખાતે ગત રોજ જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વ્યારા Read more

કેનેડામાં થાંભલા સાથે અથડાયા બાદ ટેસ્લા સળગી, 3 ગુજરાતી સહિત 4 ભારતીય બળીને ભડથું થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. કેનેડાના ટોરોન્ટોમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર ભારતીયોના મોત થયા છે. અહેવાલો અનુસાર તમામ લોકો ટેસ્લા કારમાં Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી