IPL 2024 : ગુજરાતના હાથમાંથી પંજાબે મેચ છીનવી લીધી

સમય ક્રાંતિ ન્યૂઝ..

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં ગુરૂવારે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો ખેલાયો હતો. જેમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 199 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે 19.5 ઓવરમાં ટાર્ગેટ પાર પાડીને રોમાંચક વિજય મેળવ્યો હતો.

ગુજરાત ટાઇટન્સે આપેલા 200 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન શિખરને 1 રને ઉમેશે બોલ્ડ માર્યો હતો. જે બાદ એક પછી એક વિકેટ પડતા 70 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, અંતમાં શશાંક સિંહ અને આસુતોષ શર્માએ આક્રમક બેટિંગ કરીને ગુજરાતના હાથમાંથી મેચ છીનવી લીધી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

શશાંક સિંહ અને આશુતોષ જીતના હિરો રહ્યા

શશાંક સિંહ અને આશુતોષે સાતમી વિકેટ માટે 22 બોલમાં 43 રનની ભાગીદારી કરી હતી. શશાંકે આક્રમક ફિફ્ટી ફટકારી હતી. આશુતોષે 17 બોલમાં 31 રનની ઈનિંગ રમી હતી. શશાંક સિંહે 29 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 61 રન ફટકાર્યા.

શુભમનની 89 રનની ઈનિંગ એળે ગઈ

શુભમને શાનદાર ફિફ્ટી ફટકારી હતી. ગિલે 48 બોલમાં 4 ચોગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી અણનમ 89 રન બનાવ્યા હતા. જોકે, સદી મારવાથી ચૂકી ગયો હતો. અંતમાં રાહુલ તેવટિયાએ આક્રમક ફટકાબાજી કરી હતી. 8 બોલમાં 1 સિક્સ અને 3 ફોરની મદદથી અણનમ 23 ફટકાર્યા હતા.

Related Posts
સરફરાઝ-પંત આઉટ થયા ને ગેમ પલટાઈ, 54 રનમાં 7 વિકેટઃ ન્યુઝીલેન્ડને આપ્યો માત્ર આટલો ટાર્ગેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરિઝની બેંગ્લુરુમાં રમાઈ રહેલી પહેલી મેચમાં સરફરાઝ ખાનની સદી અને ઋષભ પંતના લડાયક 99 રન Read more

ભારત-ન્યુઝીલેન્ડ બેંગ્લુરુ ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાયો, મેચ રદ્દ થાય તો શું થશે?

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ સિરિઝની પહેલી મેચ આજે Read more

T20 ક્રિકેટમાં ભારતે બનાવ્યો એક ઐતિહાસિક રેકોર્ડ, સેમસને રિશાદની ઓવરમાં 5 સિક્સર ફટકારી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતે ત્રીજી T20માં બાંગ્લાદેશને 133 રને હરાવી દીધું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં શનિવારે પ્રથમ બેટિંગ કરતા Read more

રોહિત શર્મા કયારે રિટાયર થશે?, કોચે આપ્યું મોટું અપડેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ જ ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાંથી Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી