LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રાહુલ ગાંધી વાયનાડથી લડશે ચૂંટણી

સમય ક્રાંતિ ન્યૂઝ..

એક તરફ લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે. ચૂંટણી પંચ 13 માર્ચ પછી કોઈપણ સમયે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી શકે છે. બીજી તરફ ભાજપ સહિતની રાજકીય પાર્ટીઓ ઉમેદવારને લઈને મનોમંથન કરી રહી છે. ત્યારે કોંગ્રેસે આજે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં રાહુલ ગાંધી, પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલનો સમાવેશ થાય છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ યાદીમાં 15 જનરલ અને 24 એસસી-એસટી કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થાય છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ રાજનાંદગામથી ચૂંટણી લડશે. જ્યારે શશી થરૂરનેતિરુવનંતપુરમથી ટિકિટ આપવામાં આવી છે.તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં CECની બેઠકમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, તેલંગાણા, સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય અને લક્ષદ્વીપની લોકસભા સીટોનો સમાવેશ થાય છે. તેમાંથી હવે 39 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં, બાકીની બેઠકો માટેના ઉમેદવારોના નામને લઈને મંથન ચાલી રહ્યું છે અને એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં પાર્ટી ટૂંક સમયમાં તેની બીજી યાદી જાહેર કરશે.

Related Posts
સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર બોરડના અધ્યક્ષ સ્થાને ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. આગામી તા.26 ઓકટોબર, શનિવારના રોજ સાંજે ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા મથક Read more

PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી