ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો : દાહોદ સહિતના આ જિલ્લામાં વરસાદ 

સમય ક્રાંતિ ન્યૂઝ..

એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ હવામાન વિભાગે 13થી 15 એપ્રિલ દરમિયાન માવઠાની પણ આગાહી કરી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગુરૂવારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ક્યાંક વીજળીના કડાકા-ભડાકા તો ક્યાંક ધીમે ધારે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના પગલે કેરી, મકાઈ, તુવેર સહિતના પાકોને નુકસાન જવાની ભીતિ ખેડૂતોના માથે સેવાઈ રહી છે.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગર સહિત તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં કવાંટ, નાની ટોકરી, મોટી ટોકરી, મોટાઘોડા પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદી પાણી માર્ગો પર ફરી વળ્યા હતા પરિણામે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

મિરાખેડીમાં કરા પડ્યા

દાહોદ જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં લીમડી, મિરાખેડી સહીતના વિસ્તારમાં માવઠું થયું હતું. એટલું જ નહીં મિરાખેડીમાં કરા પણ પડ્યા હતા. કમોસમી વરસાદના પગલે વાતાવરણમા ઠંડક પ્રસરી છે.

દાંતામાં બપોર બાદ કમોસમી વરસાદ

બનાસકાંઠા જિલ્લાના દાંતામાં બપોર બાદ કમોસમી વરસાદ પડયો હતો. દાંતા તાલુકાના ભાણપુર, હડાદ અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વાવાઝોડા બાદ વરસાદ વરસ્યો હતો. વરસાદી વાતાવરણથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. તેમજ અંબાજી પંથકમા પણ વરસાદી માહોલ છવાયો હતો.

Related Posts
પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, ન.કૃ. યુ. વ્યારા ખાતે કેવીકે તાપી અને આત્મા તાપીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત દિન -વ -ડાંગર પાક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા માન. કુલપતિશ્રી Read more

ફિટ રહો, તંદુરસ્ત રહો: સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજે વ્યારામાં દોડ સ્પર્ધાનું આયોજન

સમય ક્રાંતિ ન્યૂઝ.. જિલ્લા કક્ષાની મીની મેરેથોન દોડ તેમજ રસ્સા ખેંચનું આજે સાંજે સાયજી ગ્રાઉન્ડ ખાતે ફ્લેગ ઓફ તાપી જિલ્લામાં Read more

તમાકુ મુક્ત શાળા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

સમય ક્રાંતિ ન્યૂઝ.. ટોબેકો મુક્ત ભારત અભિયાન હેઠળ બાજીપુરાના કમલછોડ ખાતે ગત રોજ જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વ્યારા Read more

કેનેડામાં થાંભલા સાથે અથડાયા બાદ ટેસ્લા સળગી, 3 ગુજરાતી સહિત 4 ભારતીય બળીને ભડથું થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. કેનેડાના ટોરોન્ટોમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર ભારતીયોના મોત થયા છે. અહેવાલો અનુસાર તમામ લોકો ટેસ્લા કારમાં Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી