સીમાડા નાકા ઉપર કાર ચાલકે બાઇકને અડફેટે લેતાં એકનું મોત, બે ઘાયલ

સમય ક્રાંતિ ન્યૂઝ..

સરથાણા કેનાલ રોડ ઉપરથી આજે સવારે ત્રણ યુવકો બાઈક પર ટ્રીપલ સીટ જઈ રહ્યા હતા.ત્યારે એક કાર ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઇક સવાર ત્રણેય યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ ઉપરના ડોક્ટરોએ ત્રણ પૈકી એક યુવકને મરણ જાહેર કર્યા હતા.

સ્મીમેરના હોસ્પિટલના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ 28 વર્ષીય હરેન્દ્ર ચૌહાણ તથા 18 વર્ષીય જેટસિંહ ઉદ્દેશ કુમાર ચૌહાણ અને 25 વર્ષીય એક અજાણ્યો યુવક આ ત્રણે લોકો આજે સવારે એક જ બાઈક ઉપર ત્રીપલ સીટ સીમાડાનાકા ન્યુ રીંગ રોડ ખરસદ ચોકડી પાસેથી જઈ રહ્યા હતા.ત્યારે રોડ ક્રોસ કરી આવી રહેલા એક કાર ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી l.જેને કારણે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઈક અને કારને નુકસાન પહોંચ્યો હતો.જ્યારે બાઈક સવાર ત્રણે યુવકોને ગંભીર પહોંચી હતી.અકસ્માતને પગલે સ્થળ ઉપર લોકો ભેગા થઈ ગયા હતા અને 108 ને જાણ કરવામાં આવી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણે ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ 25 વર્ષીય અજાણ્યા યુવકને ટૂંકી સારવાર દરમિયાન મૃત જાહેર કર્યા હતા.જ્યારે તેની સાથેના હરેન્દ્ર ચૌહાણ અને જેટસિંગને વધુ સારવાર માટે વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવને લઈ કામરેજ પોલીસ તપાસ કરી રહી છે.હાલમાં પોલીસે એવું જણાવ્યું હતું કે આ ત્રણેય યુવકો ક્યાંના રહેવાસીઓ છે તેમજ ક્યા જઈ રહ્યા હતા.વિગેરે અંગે હાલમાં પૂરી વિગત જાણવા નહીં મળી છે.ઇજાગ્રસ્ત યુવકોના નિવેદનો લીધા બાદ વધુ વિગત જાણવા મળશે.

Related Posts
વ્યારાના કાનપુરા વિસ્તારમાં આવેલ sbi ના atm માં લાખો રૂપિયાની ચોરી થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી

ATM માં મુકેલ સીસીટીવીના આધારે ચોર ટોળકી ને શોધવાની પોલીસની ટીમ કામે લાગી સમય ક્રાંતિ ન્યૂઝ.. વ્યારા નગરના કાનપુરા વિસ્તાર Read more

બ્રિક્સ સમિટ: PM મોદીએ દુનિયાને આપ્યો સ્પષ્ટ મેસેજ, અમે યુદ્ધ નહીં, ડિપ્લોમસીના સમર્થક

સમય ક્રાંતિ ન્યૂઝ.. રશિયાના કઝાન શહેરમાં ચાલી રહેલા બ્રિક્સ (BRICS) સમિટમાં ચીન, ભારત, યુએઈ (UAE) જેવા ઘણા મોટા દેશોએ ભાગ Read more

સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી