સમય ક્રાંતિ ન્યૂઝ..
ICC મેન્સ t20 મેચ 2024માં 9 જૂન (રવિવાર)ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક શાનદાર મેચ રમાવાની છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાશે. આ મેચ પહેલા ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમની ડ્રોપ-ઈન પિચ પર હંગામો થયો હતો.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ડ્રોપ ઈન પિચ પર ફરી સવાલો ઉભા કર્યા છે. રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ક્યુરેટર્સ પણ મૂંઝવણમાં છે કે પિચ કેવું વર્તન કરશે. રોહિતે કહ્યું કે ભારતીય ખેલાડીઓ ડ્રોપ-ઇન પિચોથી બહુ પરિચિત નથી. રોહિતે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની પ્રશંસા કરી હતી. પાકિસ્તાની ટીમને લઈને પણ નિવેદન આપ્યું હતું.
રોહિતે કહ્યું, ‘જુઓ, પિચ ગમે તે હોય, કોઈને તો બોલરોને પડકાર આપવો જ પડશે. આ કારણે અમે 8 બેટ્સમેન સાથે રમ્યા જેથી અમે ટોચના બોલરોનો સામનો કરી શકીએ. ગત વર્લ્ડ કપમાં પાકિસ્તાન ઝિમ્બાબ્વે સામે હારી ગયું હતું છતાં પણ ફાઈનલ રમ્યું હતું. પાકિસ્તાનને ઓછું આંકી શકાય નહીં. આ ફોર્મેટમાં ભૂલોને કોઈ અવકાશ નથી. મને ખાતરી છે કે પાકિસ્તાને જોયું હશે કે તેણે છેલ્લી મેચમાં શું ખોટું કર્યું હતું અને તે કેવી રીતે શીખી શકે છે. એ જરૂરી નથી કે જો તમે છેલ્લી ગેમ હારી જાઓ તો આ પણ હારી જશો.