આરપીએફ જવાનને હૃદયરોગનો હુમલો આવતા મોતને ભેટ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ..

અગાઉ હૃદયરોગનો હુમલો અને તેનાથી થતાં મોતનું ­માણ ઓછું રહેતું હતું અને તે પણ મોટે ભાગે વધુ વયના અને મેદસ્વી લોકોમાં હૃદયરોગની શક્યતા વધુ રહેતી. પરંતુ હાલમાં જીવનમાં તણાવ, જીવનની ભાગદોડ, બિનઆરોગ્ય­દ અને અયોગ્ય જીવનશૈલીને કારણે યુવાનોમાં પણ હૃદયરોગના હુમલાનું અને તેને કારણે થતાં મોતનું ­માણ વધ્યું છે. અત્યંત શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનોમાં પણ હવે હૃદયરોગના હુમલાના બનાવો વધી રહયા છે.


ગણદેવી તાલુકાના ખેરગામ ખાતે એસઆરપી જવાનનું ત્રણ-ચાર દિવસ અગાઉ રાત્રે ઘમાં જ હૃદયરોગનો હુમલો આવતા મોત થયું હતું. હવે આવો જ કિસ્સો બીલીમોરા રેલવે આઉટપોસ્ટ ચોકીમાં ફરજ બજાવતા આરપીએફના જવાન સાથે પણ બન્યો છે. જેમાં બીલીમોરા રેલવે ચોકીમાં ફરજ બજાવતા જવાનનું ચાલુ ફરજે હૃદયરોગનો હુમલો આવતા તેને સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ અંગે સ્થાનિક પોલીસ અને રેલવે ડિવિઝન પોલીસને જાણ કરાતા, પોલીસે મૃતદેહનો કબજા લઇ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આમ ત્રણ દિવસનાં ગાળામાં જ બે પોલીસ જવાનોનાં હૃદયરોગનાં હુમલાને કારણે મોત નીપજ્યા છે.ત્રણ-ચાર દિવસ અગાઉ હૃદયરોગનાં હુમલામાં મૃત્યુ પામેલ એસઆરપી જવાન ૩૭ ïવર્ષીય વિકી શંકરભાઈ પટેલ વર્ષ ૨૦૧૫માં એસઆરપીમાં જાડાયા હતા. તેઅો ઉમરગામ તાલુકાનાં કલગામ ખાતે ગ્રુપ નં. ૧૪માં ફરજ બજાવતા હતા. તેમની લગભગ નવ વર્ષની સરકારી નોકરી દરમ્યાન તેઅો સ્વસ્થ અને આરોગ્ય­દ જીવન જીવી રહયા હતા. બે વર્ષનું તેમનું દાંપત્યજીવન ખુશાલીભર્યું રહયું હતું. મળસ્કે સાડા ચારેક વાગ્યે તેમને ઉઠાડવાનો ­યાસ કરાતા તેઅો ન ઉઠતાં, તેમના ભાઇએ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેમને હોસ્પિટલમાં ખસેડતા, ત્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી