સમય ક્રાંતિ ન્યૂઝ..
શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અવાર નવાર દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવે છે.દરમિયાન વધુ એક બનાવમાં હવે મહીધપુરા પોલીસના નાક નીચે મોનીટરીંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી અને દારૂનો જથ્થો તથા બે મોપેડ સહીત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવેલ અંબિકા પાન સેન્ટર જીઆઈડીસીમાં દરોડા પડયા હતા અને સ્થળ પરથી રૂ. 30 હજારથી વધુનો દારૂનો જથ્થો તેમજ 4 મોબાઈલ,2 મોપેડ અને રોકડ મળી કુલ મુદ્દામાલ રૂ 1,34,870 નો કબ્જે કરવામાં આવ્યો હતો.જયારે ચાર આરોપીઓ સોનુ દિલીપ ભદોરીયા,દિપેશ અમરસિંહ ગોટી, જીજ્ઞેશ પુનાભાઈ ચોવટીયા અને જીજ્ઞેશ નાગેન્દ્રપ્રતાપ સિંહની ધરપકડ કરવામાં આવી હતી.જયારે અન્ય ચાર આરોપીઓ લાલજી ઉર્ફે લાલો હીરાભાઈ સુમરા,હરીશભાઈ હીરાભાઈ સુમરા, સંજય ઠાકોર અને મંજુ રાઠોડને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.