સમય ક્રાંતિ ન્યૂઝ..
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ખરાબ રહી છે. એટલું જ નહીં ટીમની કમાન સંભાળ્યા બાદ સ્ટેડિયમમાં દર્શકો હૂરિયો બોલાવી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ટીમો કેપ્ટન હાર્દિક બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દરબારમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે ભોળાનાથની પૂજા- અર્ચના કરીને આશીર્વાદ મેળવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તમને જણાની દઈએ કે, મુંબઈની ટીમ મિની વેકેશન માણવા જામનગર આવી છે.
હાર્દિકે મંદિરમાં શિશ ઝુકાવી દાદાના આશીર્વાદ મેળવ્યા
મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા આજે સોમનાથ મહાદેવના શરણે પહોંચ્યો હતો. જ્યાં તેણે મહાદેવને રૂદ્રાભિષેક કર્યો હતો. હાર્દિકે મંદિરમાં શિશ ઝુકાવી દાદાના આશીર્વાદ મેળવ્યા હતા.