સમય ક્રાંતિ ન્યૂઝ..
ચોમાસાને લઇ ગુજરાત (Gujarat) માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં 19થી 30 જૂન વચ્ચે ચોમાસું (Monsoon) એન્ટ્રી કરશે. ભારતીય હવામાન વિભાગ(IMD) અનુસાર, ચોમાસું અંદામાન-નિકોબાર પહોંચી ગયું છે. તે 31મી મે સુધીમાં કેરળ પહોંચશે. ગયા વર્ષે પણ અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ કેરળમાં 9 દિવસ મોડું 8 જૂને પહોંચ્યું હતું. આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ પહેલાં પણ કેરળમાં આવી શકે છે.
જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસું 28મી મેથી 3જી જૂન વચ્ચે ગમે ત્યારે પધરામણી કરી શકે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસું આંદામાન-નિકોબાર પહોંચી ગયું છે. તે 31મી મે સુધીમાં કેરળ પહોંચશે. ગયા વર્ષે પણ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ કેરળમાં 9 દિવસ મોડું 8 જૂને પહોંચ્યું હતું.