મેટ્રોની કામગીરી અને ટ્રાફિક સિગ્નલને પગલે રિંગરોડ બે કલાક માટે ચોકઅપ થયો હતો

સમય ક્રાંતિ ન્યૂઝ..

સુરત શહેરમાં ૨૪ કલાક ટ્રાફિકથી ધમધમતાં હાર્દ સમા રિંગરોડ પર છાશવારે સર્જાતી ટ્રાફિક સમસ્યાને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એક તરફ રિંગરોડ પર ચાલી રહેલી મેટ્રોની કામગીરીને પગલે છેલ્લા કેટલાય સમયથી પીક અવર્સ દરમિયાન વાહન વ્યવહાર મંથર ગતિએ ચાલતો હોય છે. જો કે, હવે ટ્રાફિક વિભાગ દ્વારા રિંગરોડ પર ટ્રાફિક સિગ્નલો શરૂ કરતાં આ સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.

ખાસ કરીને નોકરી – ધંધાએ નીકળેલા વાહન ચાલકોએ કલાકો સુધી ટ્રાફિકજામમાં હાલાકી ભોગવવી પડતી હોય છે. આજે પણ અઠવા લાઈન્સથી ઉધના દરવાજા સુધી પહોંચવા માટે વાહન ચાલકો માટે અભિમન્યુના સાત કોઠા વિંધવા જેવો ઘાટ સર્જાયો હતો. બેથી અઢી કલાક સુધી રિંગરોડ પર સર્જાયેલા ટ્રાફિક જામને પગલે અંધાધુંધીના દ્રશ્યો સર્જાયા હતા અને ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

શહેરના રિંગરોડ પર પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય થઈ ચુક્યા છે. ખાસ કરીને રિંગરોડ પર મેટ્રોની કામગીરીની કામગીરીને પગલે આ સ્થિતિ છેલ્લા બે-ત્રણ વર્ષથી રાબેતા મુજબ બની ચુકી છે. જો કે, હવે રિંગરોડ પર ટ્રાફિક સિગ્નલોની અરાજકતાને કારણે આ સમસ્યા વધુ વિકરાળ બની છે. આજે સવારે ૧૦.૩૦ કલાકથી બપોરે એક વાગ્યા સુધી રિંગરોડ ચોકઅપ થઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અઠવા લાઈન્સથી ઉધના દરવાજા સુધી પહોંચવા માટે વાહન ચાલકોને નવનેજા પાણી આવ્યા હતા. 

સ્થિતિ એટલી હદે વિકરાળ બની હતી કે ફ્‌લાય ઓવર બ્રિજ પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેને પગલે નાગરિકોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો હતો. નોકરી – ધંધા માટે નીકળેલા વાહન ચાલકો બેથી ત્રણ કલાક સુધી ટ્રાફિક જામમાં  અટવાયેલા હોવાને કારણે વહીવટી તંત્ર વિરૂદ્ધ રોષની લાગણી પ્રસરી જવા પામી હતી. મેટ્રો અને ટ્રાફિક સિગ્નલની સમસ્યાને પગલે સર્જાયેલી વિકટ સ્થિતિને પગલે વાહન ચાલકો રીતસરના ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા હતા. 

Related Posts
પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, ન.કૃ. યુ. વ્યારા ખાતે કેવીકે તાપી અને આત્મા તાપીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત દિન -વ -ડાંગર પાક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા માન. કુલપતિશ્રી Read more

ફિટ રહો, તંદુરસ્ત રહો: સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજે વ્યારામાં દોડ સ્પર્ધાનું આયોજન

સમય ક્રાંતિ ન્યૂઝ.. જિલ્લા કક્ષાની મીની મેરેથોન દોડ તેમજ રસ્સા ખેંચનું આજે સાંજે સાયજી ગ્રાઉન્ડ ખાતે ફ્લેગ ઓફ તાપી જિલ્લામાં Read more

તમાકુ મુક્ત શાળા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

સમય ક્રાંતિ ન્યૂઝ.. ટોબેકો મુક્ત ભારત અભિયાન હેઠળ બાજીપુરાના કમલછોડ ખાતે ગત રોજ જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વ્યારા Read more

કેનેડામાં થાંભલા સાથે અથડાયા બાદ ટેસ્લા સળગી, 3 ગુજરાતી સહિત 4 ભારતીય બળીને ભડથું થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. કેનેડાના ટોરોન્ટોમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર ભારતીયોના મોત થયા છે. અહેવાલો અનુસાર તમામ લોકો ટેસ્લા કારમાં Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી