દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત બુધવારે રાત્રે ગુજરાત ટાઈટન્સ સામે IPL 2024 ની 40મી મેચમાં ગજબના ફોર્મમાં જોવા મળ્યો. પંતે ગુજરાત ટાઈટન્સ સામે જીતવા માટે ઈનિંગ રમતા 43 બોલ પર 5 ચોગ્ગા અને 8 સિક્સરની મદદથી 88 રન બનાવ્યા હતા. પંતે આ દરમિયાન ગુજરાતના ઝડપી બોલર મોહિત શર્માને આડે હાથ લીધો.
તેણે બોલરની એટલી ધોલાઈ કરી કે IPLના ઈતિહાસમાં એક મેચમાં કોઈ બેટ્સમેને કોઈ બોલરની આટલી ધોલાઈ કરી નહીં હોય. પંતે આ દરમિયાન આરસીબીના સ્ટાર બોલર વિરાટ કોહલીનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો. IPL ના ઈતિહાસમાં એક મેચમાં કોઈ એક બોલર સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ આ પહેલા કિંગ કોહલીના નામે હતો. વિરાટે IPL 2013માં ઉમેશ યાદવ સામે એક મેચમાં 17 બોલ પર 52 રન બનાવ્યાં હતાં. જે બાદ ઘણા બેટ્સમેનોએ એક બોલરને ટાર્ગેટ કર્યો પરંતુ કોઈ કોહલીનો રેકોર્ડ તોડી શક્યું નહીં. પરંતુ હવે 11 વર્ષ બાદ રિષભ પંતે ઈતિહાસ રચતા વિરાટ કોહલીના આ રેકોર્ડને તોડી દીધો છે. રિષભ પંતે મોહિત શર્મા સામે આ મેચમાં 18 બોલ પર 62 રન કર્યાં. હવે આ IPLના ઈતિહાસમાં કોઈ પણ બોલર સામે એક મેચમાં એક બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે.
સમય ક્રાંતિ ન્યૂઝ.. દુલીપ ટ્રોફીમાં ભારત-એ અને ભારત-ડી વચ્ચે અનંતપુરના ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મયંક અગ્રવાલની કેપ્ટન્સીમાં Read more