તાપી જિલ્લામાં સ્વીપ એક્ટિવિટી થકી મતદાન જાગૃતિ ઝુંબેશ વેગવાન

પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને નાગરિકો લોકશાહીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવે તે માટે જાગૃત કરાયા

સમય ક્રાંતિ ન્યૂઝ..

આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ યોજાનાર છે આ ચુંટણી સંદર્ભે જિલ્લાના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા આવે તે હેતુસર જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી સુશ્રી ધારા પટેલ દ્વારા તાપી જિલ્લામાં વિવિધ સ્વીપ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. લોકોમાં મતદાન અંગે જાગૃતતા વધે તે માટે જિલ્લાની Sveep Team દ્વારા તાપી જિલ્લાના જુદા જુદા ગામોની સહિત’ લો વોટર ટર્ન આઉટ એરિયા ‘ની મુલાકાત લઈ મતદાન વધારવાના પ્રયાસા હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મતદાન જાગૃતના માટે ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ડોલારા ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર અને ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે મતદાન અને જાગૃતિ માટે શપથ લેવડાવવામાં આવ્યા, તેમજ મતદાન કરવું કેટલું જરૂરી છે? તેની સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સોનગઢ તાલુકાના આંબા ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર અને ગ્રામ પંચાયત ખાતે મતદાન અંગે યુવાનોને જાગૃત કરવામાં આવ્યા હતા. જ્યારે ઉચ્છલ તાલુકાના સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બાબરઘાટ ખાતે મતદાન જાગૃતિ અંગે ઓડીયો કલીપ બનાવીને વિદ્યાર્થીઓના વાલીઓના ગૃપમાં શેર કરી મતદાન અંગે વાલીઓને જાગૃત કરવામા આવ્યા હતા તેવી જ રીતે કુકરમુંડા તાલુકામાં બસ સ્ટેશન ખાતે ૭મી મે ૨૦૨૪ના રોજ વધુમાં વધુ મતદાન તે અંગે જાણકારી નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

Related Posts
વ્યારાના કાનપુરા વિસ્તારમાં આવેલ sbi ના atm માં લાખો રૂપિયાની ચોરી થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી

ATM માં મુકેલ સીસીટીવીના આધારે ચોર ટોળકી ને શોધવાની પોલીસની ટીમ કામે લાગી સમય ક્રાંતિ ન્યૂઝ.. વ્યારા નગરના કાનપુરા વિસ્તાર Read more

બ્રિક્સ સમિટ: PM મોદીએ દુનિયાને આપ્યો સ્પષ્ટ મેસેજ, અમે યુદ્ધ નહીં, ડિપ્લોમસીના સમર્થક

સમય ક્રાંતિ ન્યૂઝ.. રશિયાના કઝાન શહેરમાં ચાલી રહેલા બ્રિક્સ (BRICS) સમિટમાં ચીન, ભારત, યુએઈ (UAE) જેવા ઘણા મોટા દેશોએ ભાગ Read more

સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી