સમય ક્રાંતિ ન્યૂઝ..
શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતી યુવતીને મહારાષ્ટ્રના ધૂલેમાં રહેતો યુવક છેલ્લા એક વર્ષથી હેરાન પરેશાન કરતો હતો. યુવતીની જાણ બહાર આ યુવક કે તેણીના બીભત્સ ફોટાઓ પાડી આ ફોટાઓ યુવતીના મંગેતરને મોકલી તથા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ યુવતી વિશે ખરાબ લખાણ કરી યુવતીના પ્રાઇવેટ ફોટા અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી હેરાન પરેશાન કરતો હતો.
જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે ડીંડોલી વિસ્તારમાં રહેતી યુવતીએ ગતરોજ મહારાષ્ટ્રના ધુલે ખાતે સાકરી રોડ પર અંજીકઈતારા સોસાયટીમાં રહેતા 26 વર્ષીય પ્રમોદ કોમલસિંહ ભીમસિંઘ સિસોદિયા સામે છેડતીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જેમાં તેણે જણાવ્યું હતું કે જાન્યુઆરી 2023 થી પ્રમોદ અવારનવાર યુવતી સાથે ઝઘડો તકરાર કરી એલફેલ ગાળો આપી તેને હેરાન પરેશાન કરતો હતો. એટલું જ નહીં પરંતુ યુવતી ની જાણ બહાર તેના છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન યુવતીના બીભત્સ ફોટાઓ પાડી આ ફોટાઓ યુવતીના મંગેતરને મોકલ્યા હતા. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી યુવતી વિશે ખરાબ લખાણ મોકલી તેમજ યુવતીના પ્રાઇવેટ ફોટા અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી હેરાન પ્રસારણ કરતો હતો. જેથી આખરે આ મામલે ડીંડોલી પોલીસે પ્રમોદ સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.