ડાંગનાં વઘઈ તાલુકાનાં આંબાપાડા ગામે સમૂહ લગ્ન ઉત્સવનો કાર્યક્રમ યોજાયો

સમય ક્રાંતિ ન્યૂઝ..

ડાંગનાં વઘઈ તાલુકાનાં આંબાપાડા ગામે સમૂહ લગ્ન ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. માં શબરી લગ્ન ઉત્સવ ડાંગ પ્રેરિત શ્રી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ આંબાપાડા ગીરાધોધ આયોજિત ૫૧ જોડકા સમૂહ લગ્નનું સાકેત ગ્રુપ સુરતનાં સૌજન્યથી સમૂહ લગ્ન યોજવામાં આવ્યું હતું. જેમાં હેતલદીદી, યશોદા દીદીએ નવયુગલોને આશીર્વચન આપ્યા હતા અને મોટી સંખ્યામાં જાન-જાનયાઓ ઉમટી પડયા હતા.


ડાંગ, નવસારી-વાંસદા, તાપી જિલ્લાનાં અલગ અલગ ગામોથી ૫૧ નવદંપતીઓ સહભાગી બન્યા હતા. કાર્યક્રમમાં વઘઈનાં મુકેશ મહારાજનાં આચાર્ય પદે ગ્રહશાંતક વરયાત્રા સાત ફેરા સંસ્કાર વિધિ સંપન્ન થઈ હતી. પ્રાસંગિક નવયુગલોને સાકેત ગ્રુપનાં સાવરમલજી બુધ્યા એવમ વિક્રમસિંહજી શેખાવતજીએ શુભેચ્છા અને સાકેત ગ્રુપનો સેવા લક્ષી સાથેનો પરિચય સેવા કાર્યની માહિતી પૂરી પાડી હતી. પ્રસંગનાં અનુરૂપ કિર્તીભાઈ ભટ્ટ સંસ્કૃતિ પ્રમુખ ગુજરાત પ્રાંત ધર્મ જાગરણનાઓએ પ્રાસંગિકબોધન કર્યું હતું. સુરતથી સાકેત ગ્રુપ સાથે રાજેશભાઈ શાહનાં પરિવારથી લઈ ૧૯ જેટલા પરિવારો કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમમાં વિશેષ સાધુ સંતો પૂ.યશોદા દીદી, પૂ.હેતલ દીદી, પૂજ્ય વિષ્ણુદાસ મહારાજે આશીર્વચન આપ્યા હતા. સંતોએ સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા માટે આદિવાસી સમાજને આહવાન કરવામાં આવ્યું હતું અને સનાતમ ધર્મ વિષે વિસ્તૃત માહિતગાર કર્યા હતા.
સુરતનાં સાકેત ગ્રુપનાં સૌજન્યથી વર વધુને કરિયાવરમાં સાડી પેન્ટ શર્ટ, દુલ્હન સેટ, કબાટ, રસોડાનો સેટ, વાસણો રામચરિત રામાયણનો ગ્રંથ, ગીતા અર્પણ કરવામાં આવેલ ડાંગનાં માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીત ૫૧ યુગલોને બેડા કરીયાવરમાં ભેટ આપવામાં આવી હતી અને માર્ગદર્શન કરેલ માનવતાની મહેક સુરત લક્ષ્મણભાઈ મોરડીયા તરફથી તમામ કન્યાઓને સાડી અર્પણ કરી હતી. વઘઈનાં મિત્ર મંડળ રિતેશભાઈ, તાનાજીભાઈ તથા વિનયભાઈએ ૫૧ જોડાણને ડબ્બા સેટ ભેટ કરેલ ત્રિલોકનાથ યાદવ તરફથી તમામ વરને ટોપી તથા કાર્યકર્તાઓને ખેસ ભેટ કરેલ જયરામભાઈ ભુવા તરફથી મંગળસૂત્ર ૫૧ ભેટ કરવામાં આવી હતી.
બે દિવસથી ચાલેલ લગ્ન ઉત્સવમાં હલ્દીનો કાર્યક્રમ આંબાપાડા દગડપાડા ગામે સમૂહમાં યોજાયો હતો. ડીજેનાં તાલે રાત્રે માંડવા યોજવામાં આવ્યા હતા. હરખ આનંદમાં ૪૦ થી વધુ ગામનાં સગા સંબંધી સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ધર્મ જાગરણ મંચનાં ભાયકુભાઈ પવાર, વિશ્વ હિન્દુ પરિષદનાં રવિભાઈ સૂર્યવંશી, માં શબરી લગ્ન ઉત્સવ સમિતિનાં કાર્યકર્તા તથા શ્રી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ ગીરાધોધ આંબાપાડાનાં કાર્યકર્તાઓએ સુંદર વ્યવસ્થા પૂરી પાડવા ખુબ જ સારા પ્રયત્ન કર્યા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
વ્યારાના કાનપુરા વિસ્તારમાં આવેલ sbi ના atm માં લાખો રૂપિયાની ચોરી થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી

ATM માં મુકેલ સીસીટીવીના આધારે ચોર ટોળકી ને શોધવાની પોલીસની ટીમ કામે લાગી સમય ક્રાંતિ ન્યૂઝ.. વ્યારા નગરના કાનપુરા વિસ્તાર Read more

બ્રિક્સ સમિટ: PM મોદીએ દુનિયાને આપ્યો સ્પષ્ટ મેસેજ, અમે યુદ્ધ નહીં, ડિપ્લોમસીના સમર્થક

સમય ક્રાંતિ ન્યૂઝ.. રશિયાના કઝાન શહેરમાં ચાલી રહેલા બ્રિક્સ (BRICS) સમિટમાં ચીન, ભારત, યુએઈ (UAE) જેવા ઘણા મોટા દેશોએ ભાગ Read more

સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી