સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડોડકિયા ગામે આવેલ અરુણચંદ્રભાઈ ચૌધરીના ખેતરમાં મુકેલ પાંજરામાં દીપડો કેદ થઈ ગયો હતો.જેમાં અંદાજિત 5 થી 6 વર્ષનો દીપડો પાંજરામાં કેદ થઈ
જતાં વનવિભાગ અને એનિમલ ટીમના સભ્યોને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પોહચી ગયા હતા.ત્યાર બાદ દીપડાનો કબ્જો લઈ ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી.જે માહિતી 3.30 કલાકે મળી હતી.