સમય ક્રાંતિ ન્યૂઝ..
સમાજમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહયો છે. ઘણા વિસ્તારોમાં બેનર તથા સ્ટીકર લગાવ્યા છે. જેમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે ભાજપના કાર્યકર્તાઓ અમારા વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં એવા બેનર લટકતા નજરે પડી રહયાં છે. હાલ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જોર પકડી રહી છે.
અલગ અલગ વિસ્તારોમાં ઉમેદવારો પોતાના પોતાની ઉમેદવારી માટે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે. જ્યારે વાંસદાવ રાજપૂત સમાજ દ્વારા રૂપાલા સામે વિરોધ દર્શાવી અલગ અલગ વિસ્તારોમાં બેનર તથા સ્ટીકર લગાવ્યા છે. જેમાં જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી કેન્સલ નહીં કરવામાં આવે ત્યાં સુધી વાંસદા વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઆગેવાનોએ પ્રવેશ કરવું નહીં કે જ્યાં સુધી ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી કોઈએ પ્રવેશ કરવું નહીંના બેનર તથા સ્ટીકર ગામના અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવતા. વાંસદા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો.