સાળંગપુરમાં આજથી હનુમાન જયંતી મહોત્સવની ઉજવણી જૂઓ કાર્યક્રમ

સમય ક્રાંતિ ન્યૂઝ..

બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલાં જગપ્રસિધ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ મંદિર પરિસર ખાતે સતત ત્રણ દિવસ માટે હનુમાન જયંતી મહોત્સવની અનેકવિધ ધાર્મિક અને રંગારંગ કાર્યક્રમો સાથે ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. ઉપરાંત, આ વખતે પહેલીવાર સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં ૫૪ ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની મૂત પર ૫ાંચ હજાર કિલો પુષ્પોની વર્ષા કરવામાં આવશે. બોટાદ જિલ્લામાં સાળંગપુર ખાતે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત ૨૩ એપ્રિલ સુધી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી મહોત્સવ યોજાશે.

આચાર્ય રાકેશપ્રસાદજીના આશીર્વાદથી તથા શાસ્ત્રીસ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવંમ્‌ સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ વિષ્ણુપ્રકાશદાસજીસ્વામી (અથાણાવાળા) ના માર્ગદર્શનમાં યોજાનાર મહોત્સવ અંગે મંદિરના કોઠારી વિવેકસાગરદાસજીએ વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, સાળંગપુર મંદિરમાં આજે બપોરે ૪ કલાકે કષ્ટભંજનદેવનું ૫૫૫ કિલો પુષ્પ અને ૧૦૦ કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ દ્વારા ભવ્ય રાજાપચાર પૂજન કરાયુ હતું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

રાજાપચાર માટે પાંચ પ્રકારના પુષ્પો વડોદરાથી મંગાવવામાં આવ્યા છે.એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરતાં હનુમાનજીને પૂજામાં ચાર વેદના મંત્રો અને પ્રાંતિક ભાષામાં લખેલા શા, પુરાણો, ઉપનિષદોનો પાઠ કરવામાં આવશે. આ સાથે જ શા†ીય સંગીત સાથે નર્તકો દ્વારા નૃત્ય પ્રસ્તૂતિ કરવામાં આવશે. તા. ૨૨ને સોમવારે મંદિર પરિસરમાં આવેલી ૫૪ ફૂટ ઊંચી હનુમાનજીની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર અમદાવાદ, વડોદરા, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશથી મંગાવવામાં આવેલાં અલગ-અલગ ૪ પ્રકારના પાંચ હજાર કિલો પુષ્પોનો સંતો અને યજમાનો દ્વારા પુષ્પાભિષેક કરવામાં આવશે.

રાત્રેના ૯ કલાકે પૂજન અને મહાઆરતી તથા કીતભાઈ સાગઠિયા દ્વારા ભક્તિ ગીતોની રમઝટ સાથેનો સાંગીતિક કાર્યક્રમ યોજાશે. કોઠારી વિવેકસાગરદાસજીએ ઉમેર્યું કે, તા.૨૩ને મંગળવારે વ્હેલી સવારથી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હનુમાન જયંતીના પાવન પર્વેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવશે. જેમાં વ્હેલી સવારે પાંચ કલાકે મંગળા આરતી, સવારે ૭ કલાકે શણગાર આરતી અને બર્થ-ડે સેલિબ્રેશન કરવામાં આવશે. આ દરમિયાન સમૂહ મારુતિ યજ્ઞા યોજાશે જેમાં ૫૦૦થી વધુ લોકો ભાગ લેશે.

હનુમાન જયંતીના દિવસે વડોદરા,અમદાવાદ,સુરેન્દ્રનગર, મધ્યપ્રદેશ અને કલકત્તાથી ખાસ મંગાવેલાં મોગરા સહિતના પાંચ હજાર કિલો ફૂલોથી સમગ્ર મંદિરને શણગારવામાં આવશે. આ ફૂલના શણગારમાં ૧૫ સંતો-પાર્ષદો અને ૧૦૦ જેટલા હરિભક્તો આ સેવામાં જાડાશે. તો ૨૫૦ કિલોની કેક બનાવવામાં આવી છે.આ ઉપરાંત હનુમાન જયંતીના દિવસે લાખો ભક્તો દાદાનો પ્રસાદ લઈ શકે એ માટે મહા અન્નક્ષેત્રનું આયોજન કરાયું છે.

Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી