બેડકુવા દુર ગામે પ્રાકૃતિક ખેતી માટે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

પ્રાકૃતિક ખેતીની તાલિમમાં ૨૫ જેટલી ખેડુત બહેનો ઉત્સાહભેર જોડાયા

સમય ક્રાંતિ ન્યૂઝ..

પ્રાકૃતિક કૃષિ અભિયાન 2024 અંતર્ગત વ્યારા તાલુકાના બેડકુવા દુર ખાતે પ્રાકુતિક ખેતી માટે તાલીમ ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ હતી.જેમાં ગામના ૨૫ જેટલા બેહેનોએ ભાગ લીધો હતો.ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવાના સરકારના પ્રયાસોને વધુ વેગવાન બનાવવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોના ભાગરૂપે સમગ્ર તાપી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ રહી છે.
જે અંતર્ગત તાજેતરમાં વ્યારા બેડકુવા દુર ખાતે પ્રાકૃતિક કૃષિ ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ હતી. ફાર્મર માસ્ટર ટ્રેનર પ્રતિકભાઇ ચૌધરીએ ગામના ખેડુત બહેનોને પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પદ્ધતી વિશે માહિતગાર કર્યા હતા. તેમજ જીવામૃત વિશે માહિતી આપી પ્રાકૃતિક ખેતીમાં જિવામૃતનુ મહત્વ અને તેને કેવી રીતે બનાવવામાં આવે છે, તેનો ખેતીમાં ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે લાઇવ ડેમો બતાવી બહેનોને માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. આત્મા વિભાગના ટેકનીકલ માસ્ટ્રર ટ્રેનર પી.એ.ગામીતે પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતી પુરી પાડી હતી.બહેનોએ પણ તાલીમમાં જોડાઇને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ઉત્સાહ બતાવ્યો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નર્મદેશ્વર મહાદેવનું એવું મંદિર કે જ્યાં વૃક્ષોને પાણી ચઢાવી ગ્રહ દશા સુધરે છે,યજ્ઞના રાખની છે દાદાની મૂર્તિ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જીલ્લા એટલે પ્રકૃતિના ખોળે વસવાટ કરતા જિલ્લો છે જેમાં દેવાલયો અને સુંદર ફરવાલાયક સ્થળો આવેલા છે. જીલ્લાના Read more

તાપી જિલ્લામાં આવેલું ધારેશ્વર મહાદેવનું મંદિર, સ્કંધપુરાણની કથામાં પણ છે ઉલ્લેખ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાનાં ઉચ્છલ તાલુકામાં આવેલ વડગામ ખાતેનું ધારેશ્વર મહાદેવનું પ્રસિધ્ધ મંદિર આજે સોમવાર અને પવિત્ર શ્રાવણ માસનો Read more

Paris Olympics: ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી સુરતના હરમીત દેસાઈની વિજયી શરૂઆત

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ પેરિસ ઓલિમ્પિકમાં વિજયી શરૂઆત કરી છે. સુરતના વતની ટેબલ ટેનિસ ખેલાડી Read more

એસ્પિરેશનલ બ્લોક નિઝર અને કુકરમુંડાના સર્વાંગી વિકાસ માટે ‘સંપૂર્ણતા અભિયાન’ નો પ્રારંભ કરાવતા તાપી કલેકટર ડો. વિપિન ગર્ગ

સગર્ભા-ધાત્રી માતા, કિશોરી, બાળકોના પોષણસ્તરમાં સુધારો લાવવા માટે આંગણવાડી કાર્યકર બહેનોની ભૂમિકા મહત્વપૂર્ણ - કલેક્ટર ડૉ. ગર્ગ કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રજાલક્ષી Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી