સમય ક્રાંતિ ન્યૂઝ..
દશાલાડ વણિક સમાજ વ્યારા નું ગૌરવ
વ્યારા ની શ્રી કે બી પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં ધોરણ 10 માં અભ્યાસ કરતી અનુષ્કા રોનકશા એ ધોરણ 10 માં 600 માંથી 563 ગુણ મેળવી 93.83 ટકા મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો તેમ જ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. તેણે મેળવેલ આ સિદ્ધિ બદલ શાળા પરિવાર સંચાલક મંડળ
તેમજ વ્યારા ના દસલાડ વણિક સમાજ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અનુષ્કા શાહ હવે આગળ અભ્યાસ કરી ડોક્ટર બનવા માંગે છે.
તેણે મેળવેલ આ સફળતા નો યસ પોતાના માતા પિતા તથા પોતાના શિક્ષકોને આપ્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે શાળા શરૂ થઈ ત્યારથી દરરોજ બે થી ત્રણ કલાક નિયમિત અભ્યાસ કરવાથી તેને આ પરિણામ મળ્યું છે અને જો આપણે નિયમિત અભ્યાસ કરીએ તો પરીક્ષાના સમયે કોઈપણ પ્રકારના દબાણ વગર સારી રીતે પરીક્ષા આપી શકીએ છીએ અને આપણને સફળતા પણ ચોક્કસ મળે જ છે