વરાછામાં દારૂના નશામાં ચૂર કાર ચાલકે બાઈકને ટક્કર મારતા દાદા પૌત્ર રોડ ઉપર પટકાયા

સમય ક્રાંતિ ન્યૂઝ..

શહેરના મોટા વરાછામાં ગત મોડી રાત્રે દારૂના નશામાં ચુર કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી બાઈક ઉપર જઈ રહેલા દાદા પૌત્રને અડફેટે લેતા બાઈક સવાર દાદા પૌત્ર રોડ ઉપર પટકાયા હતા.આ અકસ્માતને કારણે દાદા અને પૌત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી જયારે અકસ્માતને પગલે સ્થળ ઉપર ભેગા થયેલા લોકોએ રોષ ઠાલવ્યો હતો અને કાર ચાલકને પકડી મેથીપાક આપવાની સાથે પોલીસેન સોંપી દીધો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જ્યારે ઈજાગ્રસ્ત દાદા પૌત્રને  સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઉત્રાણ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોટાવરાછા અબ્રામા રોડ ખાતે આવેલ નીલકંઠ હાઈટ્સમાં રહેતા 61 વર્ષીય રસીકભાઈ શંભુભાઈ ચોવટીયા પૌત્ર હેવન (ઉ.વ.5 ) ને બાઈક ઉપર લઈને 11 મીએ રાત્રે  અબ્રામા રોડ સંસ્કાર તીર્થ સ્કુલ પાસેથી ઘરે આવતા આવતા હતા.ત્યારે મોટા વરાછા સંસ્કારતીર્થ સ્કૂલની સામે કાર ચાલક આરોપી ભાવેશ ઘનશ્યામ ચલોડીયા (રહે- આનંદધારા સોસાયટી મોટા વરાછા ) એ તેમની બાઇકને ટક્કર મારતા દાદા પૌત્ર રોડ ઉપર પટકાયા હતા.ગંભીર અકસ્માતમાં વૃદ્ધ રસિકભાઈ ચોવટિયાને જમણા કાનમાથી લોહી નીકળવા લાગ્યો હતો અને જમણા કાનની પાછળના ભાગે ખોપરીમા ફ્રેક્ચરની ઈજા થઇ હતી.તેમજ માસુમ હેવનને પણ ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત દાદા અને પૌત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.પોલીસે દારૂના નશામાં અકસ્માત સર્જનાર કાર ચાલક ભાવેશ ચલોડીયાની ધરપકડ કરી તેને કોર્ટમાં રજુ કર્યો હતો.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી