તાપી જિલ્લામાં ૨૯૮ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાયું

ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ડો. વિપિન ગર્ગે ટીમ તાપીની સરહના કરી

સમય ક્રાંતિ ન્યૂઝ..

લોકસભા બેઠકની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પર બાજનજર રાખવા કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી ડો. વિપિન ગર્ગના નેજા હેઠળ તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખાસ મોનીટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો.જેના થકી ૨૩ બારડોલીમાં સમાવિષ્ટ તાપી જિલ્લાના ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારના કુલ ૨૯૮ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગની મોનીટરીંગ રૂમમાં સાતત્યપૂર્ણ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

આ લાઈવ વેબ કાસ્ટિંગ થકી ૨૯૮ મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. પ્રશ્નના નિરાકરણ માટે સંબંધિત વિસ્તારના એ.આર.ઓ. ફરજ પર હતા. જેઓ ઉદભવતા પ્રશ્નોના નિરાકરણ માટે સક્રિય ભૂમિક ભજવી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આઠ અધિકારીઓ દ્વારા વેબ કાસ્ટિંગ થકી ચાપતી નજર રાખવામાં આવી રહી હતી. જ્યાંથી સમગ્ર જિલ્લામાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરા દ્વારા મિનિટ ટૂ મિનિટ અને સેકન્ડ ટૂ સેકન્ડ નિરીક્ષણ કરાયું હતું.જ્યાં સુધી પોલિંગ બૂથો પર ઈ.વી.એમ. સહિતની તમામ સામગ્રી તેમજ તમામ સ્ટાફ બૂથ ખાલી કરીને રવાના ન થાય ત્યાં સુધી લાઈવ વોચ રાખવામાં આવી હતી.

Related Posts
તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે પ્રિ-મોન્સૂન અંગે કરાયેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તાપી જિલ્લાના પ્રભારી અને રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના Read more

છોટાઉદેપુરની એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના 30 થી વધુ બાળકોને ફૂડ પોઇઝીનિંગ થયું

સમય ક્રાંતિ ન્યૂઝ.. છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગ થઈ જતા છોટાઉદેપુર જનરલ Read more

ચૈતર વસાવાએ પોલીસના ઉઘરાણીના વિડીયો બતાવ્યા બાદ પોલીસ જાગી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહિલા બુટલેગરના ઘરે પોલીસ (Police) જવાનોના હપ્તાની ઉઘરાણીનાં સીસીટીવી ફૂટેજ ધારાસભ્ય ચૈતર વસાવાએ વાયરલ Read more

નેપાળમાં પ્રચંડની સરકાર પડી: ફ્લોર ટેસ્ટ હાર્યા બાદ PM પદથી રાજીનામું આપ્યું

સમય ક્રાંતિ ન્યૂઝ.. નેપાળના રાજકારણમાં (Politics) ભારે હલચલ મચી ગઈ છે. વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે રાજીનામું આપી દીધું Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી