તાપી જિલ્લા સેવાસદનનું પટાંગણ બન્યું યોગમય

અધિકારી-કર્મચારીઓમાં યોગ પ્રત્યે અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો

તાપી જિલ્લા સેવા સદનના પ્રાંગણમાં કોમન યોગ પ્રોટોકોલ સેશન યોજાયો

સમય ક્રાંતિ ન્યૂઝ..

વિશ્વ યોગ દિવસની ઉજવણી પૂર્વે તાપી જિલ્લાના નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિ કેળવવા અનેકવિધ પ્રી-યોગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે તાપી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, કર્મયોગીઓએ પણ તાપી જિલ્લાના પ્રત્યેક નાગરિકને યોગ પ્રત્યે જાગૃત કરવા તેમજ યોગને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા સેવાસદનના પટાંગણમાં યોગ કરીને નાગરિકોને યોગના મહત્વ અંગે પ્રેરક સંદેશો આપ્યો હતો.

શરીર અને મનનું સંતુલન એટલે યોગ. યોગ એ તન-મનનું વિજ્ઞાન છે. શારીરિક-માનસિક સ્વાસ્થ્યની મહત્વની કડી સમાન ભારતની પરંપરાગત યોગવિદ્યાને વિશ્વએ અપનાવ્યો છે. જે દેશવાસીઓને ગૌરવ લેવા જેવી બાબત છે. યોગની લોકપ્રિયતામાં વધારો કરવા, સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી જીવનશૈલીને લગતી વિકૃતિઓને દૂર કરવામાં યોગનું મહત્વ રહેલું છે. યોગ એ પ્રાચીન ભારતની એક બહુમૂલ્ય ભેટ છે. આ અમૂલ્ય ભેટને વિશ્વ ફલક પર સ્વીકૃતિ મળી છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આજે જિલ્લા સેવાસદનનું પટાંગણ યોગમય બન્યું હતું. નિવાસી અધિક ક્લેક્ટરશ્રી આર. આર. આર. બોરડ,નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંદીપ ગાયકવાડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત, સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ, યોગ બોર્ડના સભ્યો, વિવિધ યોગ સમિતિના સભ્યો, DLSS ના વિદ્યાર્થીઓએ અદમ્ય ઉત્સાહથી યોગસાધના કરી હતી.વ્યારાના યોગ કોચ ઉમેશ તામશે,યોગા ટ્રેનર જાગૃતિબેન મહાલે,યોગિતાબેન પંચોલી દ્વારા યોગા કરાવવામાં હતા.

ઉલ્લેખનીય છે કે, આગામી તા. ૨૧ મી જૂનના રોજ તાપી જિલ્લામા જિલ્લા કક્ષાનો “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા ખાતે થનારી છે.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી