સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે સુરત શહેરના દિલ્હી ગેટ નજીકથી કાકરાપાર પોલીસ મથકમાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપી મુકનસીંગ સોઢાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 3 કલાકની આસપાસ મળી હતી.
ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, નોકરી પેરોલ ફર્લો સ્કોર્ડ, એલ.સી.બી.ના પોલીસ માણસો સાથે ફરજ પર હાજર હતા. તે દરમ્યાન સાથેના અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઈ તથા અ.પો.કો. રોનકભાઈ સ્ટીવનશનભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે સુરત શહેર દિલ્હી ગેટ પાસેથી કાકરાપાર પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો- ફરતો વોન્ટેડ આરોપી- મુકનસીંગ જયસીંગ સોઢા ઉ.વ.૪૩ રહે. ૨૮, રતનજી નગર, એ.કે.રોડ, વરછા સુરત મુળ રહે. મીંથુડા તા.સીવાના જિ.બાડમેર (રાજસ્થાન) ને તા.૦૩/૦૫/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે કાકરાપાર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.