વ્યાજે આપેલા પૈસાની બાબતે ફાયરિંગ કર્યાની આરોપીઓએ કબૂલાત કરી

સમય ક્રાંતિ ન્યૂઝ..

અમદાવાદના નરોડામાં યુવક પર બે રાઉન્ડ ફાયરિંગ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ એ બે પિસ્ટલ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. વ્યાજે આપેલા પૈસાની બાબતે ફાયરિંગ કર્યાની આરોપીઓએ કબૂલાત કરી છે. ગઈ તારીખ ૯મીના અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ સુમતિનાથ સોસાયટી પાસે રહેતા યુવક હર્ષિલ પ્રવિણભાઈ ત્રાંબડીયાપર બાઈક પર આવેલ બે અજાણ્યા શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં યુવકને હાથમાં ઇજા થતા તેને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

બીજી તરફ આ મામલે ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી. જેમાં માહિતી અને ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નયન દિલીપભાઈ વ્યાસ, નિરવ મહેશભાઈ વ્યાસ અને અર્જુન સુરપાલ દેહદા બે દેશી તમંચા, કારતુસ સહિત ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે જશોદા નગર ઓવર બ્રિજ પરથી નયન વ્યાસ, નિરવ વ્યાસ અને અર્જુન દેહદા નામના આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાંચે ૨ પિસ્ટલ, ૩ કારતુસ, મોબાઈલ અને અમુક રોકડ રકમ અને મોટર સાયકલ કબ્જે કર્યું છે.

આરોપીઓની તપાસમાં સામે આવ્યું કે ખેડાનો આરોપી નયન વ્યાસ અમદાવાદમાં ભાડે મકાન રાખી રહેતા હતો અને તેણે ભોગ બનનાર હર્ષિલ ત્રાંબડીયાને વ્યાજે પૈસા આપ્યા હતા. જે પૈસા પરત માંગતા હર્ષિલે પરત ન આપી વારંવાર ઝઘડો કર્યો હતો. તેમજ ‘પૈસા પરત નહીં આપુ જે થાય તે કરી લે’ તેમ કહેતા નયન વ્યાસે ઉત્તરપ્રદેશથી બે તમંચા અને પાંચ કારતુસ લાવી અર્જુન દેહદાને ૬૦ હજાર રૂપિયામાં સોપારી આપી તેમના કૌટુંબિક સાળા નિરવ વ્યાસને મદદમાં લઈ અર્જુન અને નિરવને એક એક પિસ્ટલ આપી હર્ષિલ ત્રાંબડીયાને જાનથી મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.
૧૫ દિવસ સુધી રેકી કર્યા બાદ ૯મી એપ્રિલે અર્જુન દેહદાએ હર્ષિલ ત્રાંબડીયાને મારી નાખવાના ઈરાદે તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ મામલે પકડાયેલા આરોપીઓને ક્રાઈમ બ્રાંચે નરોડા પોલીસને હવાલે કરતા પોલીસે આરોપી ઓની વધુ તપાસ હાથ ધરી છે

Related Posts
સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર બોરડના અધ્યક્ષ સ્થાને ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. આગામી તા.26 ઓકટોબર, શનિવારના રોજ સાંજે ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા મથક Read more

PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી