વ્યારા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

સમય ક્રાંતિ ન્યૂઝ..

પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે વનોનું સંવર્ધન થાય તે માટે વન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંકલન અધિકારી/કર્મચારીઓ અને નાગરિકો મળીને કુલ ૫૦થી વધુ સાઈકલીસ્ટ ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો.

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આજરોજ ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.પર્યાવરણની સમતુલા જળવાય અને તેની જાળવણી કરવામાં આવે એવા શુભ આશયથી વન વિભાગ વ્યારા દ્વારા વ્યારાથી આંબાપાણી ઈકોટુરિઝમ સુધી વન વિભાગ દ્વારા સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા વહીવટીતંત્રના સંકલન અધિકારી/કર્મચારીઓ અને નાગરિકો મળીને કુલ ૫૦થી વધુ પર્યાવરણ પ્રેમી ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now


તાપી કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ તથા નાયબ વન સંરક્ષકશ્રી પુનિત નૈયર ના વરદ્ હસ્તે જિલ્લા સેવાસદન ખાતેથી સાઈકલ રેલીને પ્રસ્થાન કરાવાયું હતું. પર્યાવરણ વિશે જાગૃતિ આવે તે માટે પ્રેરક સંદેશ સાથે પર્યાવરણ પ્રેમી સાઈકલવીરો ખુશખુશાલ બની ગયા હતા. કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે પર્યાવરણ જાગૃતિ વિશે જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મીંગ ને કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. ત્યારે માનવજાત ધરતીની રક્ષા કરે તે ખૂબ જરૂરી છે. કુદરતી રીતે ઉગેલા વૃક્ષોનું જતન કરવું જોઈએ વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવું જોઈએ.વનરાજી છવાયેલી રહેશે તો સહેલાણીઓ માટે સુંદર સ્થળોનું નિર્માણ થાય છે.
નાયબ વનસંરક્ષક શ્રી પુનિત નૈયરે વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે વડ,પીપળો,આંબલી,લીમડો જેવા વૃક્ષો ઘટાદાર થાય છે. વળી આ વૃક્ષો જ્યાં હોય ત્યાં આજુબાજુ ના વિસ્તારનું તાપમાન જળવાયેલુ રહે છે. જેથી વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તો પર્યાવરણની સમતુલા જળવાઈ રહે છે.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલી સાઈકલ રેલીમાં જિલ્લા સેવાસદનના અધિકારી/કર્મચારીઓ , વનવિભાગના ૧૫ તેમજ દ.ગુ.વી.કું.ના ૧૬ જેટલા અધિકારી/કર્મચારીઓ સહિત પર્યાવરણ પ્રેમી અને સાયકલ સ્ટોર ધરાવતા વિશાલભાઈ જાદવ ના ૨૦ જેટલા મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સાથે સૂચન કર્યું હતું કે અમારૂ ગૃપ વૃક્ષોના પ્લાન્ટેશન માટે તૈયાર છે. અમે આપના આ સેવાકાર્યમાં સહભાગી થઈશું.ભાગ લેનાર તમામને વનવિભાગ તરફથી પ્રશસ્તિ પત્ર અને છોડ મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા. આ વેળાએ નિવાસી અધિક કલેકટર આર.આર.બોરડ, સ્પોર્ટસ ઓથોરિટિના ચેતન પટેલ,સહાયક માહિતી નિયામક નિનેશકુમાર ભાભોરે તમામ સાઈકલીસ્ટો ને શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી