એચ.એસ.માર્કેટીંગ પ્રા.લી ની ફ્રેન્ચાઈઝની આડમાં યંત્રનો ઓનલાઈન જુગારની કલબ ઝડપાઈ

સમય ક્રાંતિ ન્યૂઝ..

કતારગામ બંબાવાડી એપલ બિલ્ડિંગની સામે આવેલ દુકાનમાં એચ.એસ.માર્કેટીંગ પ્રા.લીની ફ્રેન્ચાઈઝીની આડમાં ચાલતી યંત્રો ઉપર ઓનલાઈન જુગારની કલબ ઉપર પીસીબીએ દરોડો પાડી ઝડપી પાડી હતી. પોલીસે કલબમાંથી ૧૦ જુગારીઓને ઝડપી પાડી યંત્ર મશીન, કોમ્પ્યુટર, રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૨.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કરી કલબના બે સંચાલકોને વોન્ટેડ બતાવ્યા હતા.

પીસીબીના જણાવ્યા મુજબ પીઆઈ આર.એસ.સુવેરાની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે વખતે સ્ટાફના માણસો મળેલી બાતમીના આધારે કતારગામ શ્યામ માર્બલની ગલી બંબાવાડી એપલ બિલ્ડિંગની સામે જલારામ ખીંચડીની પાછળ આવેલ દુકાનમાં રેડ પાડી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જેમાં સહદેવસિંહ મનુભા સિંઘવ અને યુવરાજ દ્વારા એચ.એસ.માર્કેટીંગ પ્રા.લી ની ફ્રેન્ચાઈઝની આડમાં ઓપરેટરો રાખી પોતાના આર્થિક લાભ બહારથી ગ્રાબલો બોલાવી તેમની પાસે યંત્રના નામે દર પાંચ મિનીટે ઓનલાઈન યંત્ર વિજેતા જાહેર કરી ગ્રાહકોએ લગાવેલા રકમની વિજેતા ગ્રાહકને નવ ગણી રકમ ચુકવી અને વિજેતા સિવાયના ગ્રાહકો પાસેથી રોકડ રકમ મેળવી નસીબ આધારિત યંત્રનો ઓનવાઈન હારજીતનો જુગારની કબલ ચલાવતા હોવાનુ બહાર આવ્યું હતું.

પીસીબીએ  જુગારની કલબમાંથી રોકડા ૪૦,૩૫૦, યંત્રના મશીન, કોમ્પ્યુટર સીસ્ટમ, કાર્ડ સ્કેનર, સીક્કાનું મશીન, મોબાઈલ નંગ-૮, અલગ અલગ યંત્રના કાર્ડ નંગ-૧૮, ચાંદીના ધાતુના સિક્કા નંગ-૨૭, ઍજન્સી કરાર અને બે બાઈખ મળી કુલ રૂપિયા  ૨,૩૩,૨૫૦નો મુદ્ામાલ કબજે કર્યો હતો. પીસીબીએ ૧૦ જુગારીઓની ધરપકડ કરી કલબ ચલાવનાર સહદેવસિંહ અને યુવરાજને વોન્ટેડ બતાવ્યા હતા.

પોલીસના હાથે ઝડપાયેલા જુગારીયાઓની યાદી

-અર્જૂનસિંહ ઘનશ્યામસિંહ મોરી (ઉ,વ.૨૫.રહે, ડાયમંડ બિલ્ડિંગ ઉમીયા મંદિર રોડ વરાછા)
-નરેશ જયંતી પરમાર (રહે.બંબાવાડી એપલ બિલ્ડિંગની સામે દુકાનમાં)
-કાંતી રમજી નાગર (રહે, કૂષ્ણનગર સોસાયટી અમરોલી)
-અશ્વીન સધન સાવલીયા (રહે,ગોપીનાથ સોસાયટી કતારગામ)
-ભરતકુમાર જાધારામ ઘોંચી (રહે,સત્યમનગર સોસાયટી કોઝવે રોડ)
-અનીલ જીવા પરમાર (રહે,કતારગામ)
-શરવન લુનારામ ગોહીલ (રહે, રામદેવ એપાર્ટમેન્ટ તાડવાડી)
-હિમાલય રામબહાદુર થાપા(રહે, કોહીનુર સોસાયટી વરાછા)

Related Posts
રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

સમય ક્રાંતિ ન્યૂઝ.. SEOCના આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા Read more

તાપી જિલ્લાના સોનગઢના મેઢા ગામની વિદ્યાર્થિની પ્રિયંકા ગામીત પીએચ. ડી. થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ મેઢા ગામની વિદ્યાર્થિની કુ.પ્રિયંકા રમણભાઇ ગામીતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય (ભારતની સંસદના Read more

વાલોડ તાલુકાના ધામોદલા ખાતે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે ક્લસ્ટર બેઝ તાલિમ યોજાઇ હતી. જેમાં ૨૫ જેટલી બહેનોએ ભાગ લિધો Read more

સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ કરાઇ ઉજવણી

મત્સ્યપાલન ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મત્સ્ય ખેડૂતોને સન્માનિત કરાયા સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ સેન્ટર ઓફ એકસલન્સ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી